દરેક યુવતીને તેના બોયફ્રેન્ડ પાસેથી વધારે અપેક્ષાઓ હોય છે. તે આ વાત જણાવતી નથી પરંતુ તેના મનમાં ઈચ્છા તો હોય જ છે કે તેનો બોયફ્રેન્ડ આવા કામ તેના માટે કરે. જો તમે પણ કોઈના પ્રેમમાં હોય તો આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ એવા સીક્રેટ્સ જે તમારા સંબંધને વધારે મજબૂત કરશે. આ વાતો યુવતી ક્યારેય જણાવશે નહીં પરંતુ જો તમે તેની સામે આ કામ કરશો તો તે ખુશ જરૂરથી થઈ જશે.
1. પ્રેમને રોજ રોજ વ્યક્ત કરવાની જરૂર નથી તેવું યુવકો સામાન્ય રીતે માને છે. પરંતુ યુવતીઓની ઈચ્છા હોય જ છે કે તેનો બોયફ્રેન્ડ તેની સામે વારંવાર દર્શાવે કે તે તેણીને કેટલો પ્રેમ કરે છે. એટલે દિવસમાં 2,3 વખત પ્રેમીકાને આઈ લવ યુ જરૂરથી કહી દેવું.
2. સૌથી વધુ યુવતીને તેના બોયફ્રેન્ડ તરફથી એક જ ફરિયાદ થાય છે, કે તેને સમય નથી આપતો. વાતો નથી કરતો. દરેક યુવતીની ઈચ્છા હોય છે કે તેનો બોયફ્રેન્ડ તેની સાથે કલાકો સુધી વાતો કરે.
3. દરેક યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન અને બાળકોની વાત કરવામાં સૌથી વધારે મજા આવે છે. જો કે આ વાત આવે એટલે યુવકો ટોપિક જરૂરથી બદલે છે. પરંતુ તમારી પાર્ટનરને ખુશ કરવી હોય તો આ મુદ્દે ચર્ચા કરી શકો છો.
4. યુવતીઓને બોયફ્રેન્ડ માંગ્યા વિના ગિફ્ટ આપે અને તે પણ સોફ્ટ ટોયઝ તે વધારે ગમે છે.
5. યુવતી જાતે ક્યારેય કહેતી નથી પરંતુ તેના મનમાં ઈચ્છા તો હોય જ છે કે તેનો બોયફ્રેન્ડ તેને કિસ કરે અને તે પણ તેણીના કહ્યા વિના.