દેશનું પતન કઈ રીતે કરવું:
દક્ષિણ આફ્રિકાની એક યુનિવર્સીટીના દરવાજા પર લખેલ અદ્ભુત સંદેશ...
" જો તમે કોઇપણ રાષ્ટ્રનું અસ્તિત્વ ખતમ કરી દેવા માંગતા હોય તો અણૂબોંબ કે મીસાઇલ ફેંકવાની જરૂર નથી, પણ એ દેશના શિક્ષણની ગુણવત્તાને ખતમ કરી દો અને વિદ્યાર્થીઓને પાસ થવા માટેના ટૂંકા અને અનૈતિક રસ્તાઓનો ઉપયોગ કરતા કરી દો એટલે એ દેશ આપો આપ ખતમ થઇ જશે કારણ કે...
આવા ડોકટરોના હાથથી અનેક દર્દીઓ મોતને ભેટશે,
આવા ઇજનેરોના હાથથી બનેલા અનેક મકાનો અને પૂલો જમીનદોસ્ત થઇ જશે,
આવા અર્થશાસ્ત્રીઓ અને હીસાબનીશોના હાથથી દેશનું અર્થતંત્ર ખોખલું થઇ જશે અને નાણા વ્યવસ્થા ખોરવાઇ જશે.
આવા ધર્મગુરુઓના હાથથી માનવતા ઉજાગર થવાને બદલે મરી પરવરશે,
આવા જજ અને વકીલોના હાથથી ન્યાયનું ગળું ટૂંપાય જશે,
શિક્ષણનું પતન એ દેશનું પતન છે."