લસણથી બળી ગઈ ચામડી, 

ડોક્ટરની સલાહ વિના ન કરો ઘરગથ્થુ ઉપચાર

નમસ્કાર મિત્રો...

તમારું  Ame Gujju Team બ્લોગ માં સ્વાગત છે..

શરીરમાં કોઈ પણ નાની-મોટી સમસ્યા હોય તો આપણે પ્રયત્ન કરીએ છીએ કે ઘરગથ્થુ ઉપચારથી તેનું નિરાકરણ આવી જાય. પરંતુ અમુક વાર આ ઘરગથ્થુ ઉપચાર નુકસાનકારક સાબિત થતા હોય છે.

બ્રિટિશ મેડિકલ જનરલમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર 45 વર્ષની એક મહિલાએ પગના અંગૂઠા પર લસણનો માસ્ક લગાવતા તેની ચામડી બળી ગઈ હતી. લસણના સાઈડ ઈફેક્ટ્સ વિષે ભારતીય ડોક્ટર્સનું કહેવુ છે કે, લસણ ભલે નેચરલ પ્રોડક્ટ હોય, પરંતુ તેમાં અનેક પ્રકારના કેમિકલ્સ હોય છે જે સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે. માટે લસણ જેવી કોઈ પણ નેચરલ પ્રોડક્ટનો ઉપયોગ કરો તો ડોકટરની સલાહ ચોક્કસપણે લો.
આ વિષે સ્કિન એક્સપર્ટ ડોક્ટર દિવ્યા ચૌધરી કહે છે કે, લસણ સ્ક્રિનને ઈરિટેટ કરે છે. જ્યારે ટાલ પડી જાય ત્યારે લોકો આ પેસ્ટ લગાવતા હોય છે. આનાથી સ્કિન ઈરિટેટ થાય છે અને તેના કારણે વાળનો ગ્રોથ વધે છે. પરંતુ ફંગલ ઈન્ફેક્શન થયું હોય અથવા ઈજા થઈ હોય ત્યાં લેપ લગાવો તો ઘા વધારે ડેમેજ થશે અને ચામડી બળી જશે.
આયુર્વેદના નિષ્ણાંત ડો. આર પી પરાશરે જણાવ્યું કે, સામાન્ય રીતે લોકોમાં ભ્રમ હોય છે કે નેચરલ પ્રોડક્ટ્સ હંમેશા ફાયદાકારક હોય છે. મોટાભાગના લોકો નથી જાણતા કે લસણમાં સ્કિન બાળી શકે તેવી ક્ષમતા હોય છે. ગંગારામ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડો. અનુભવ ગુપ્તાએ કહ્યું કે, સ્કિનના ડાઈરેક્ટ ટચમાં આવવાને કારણે લસણ કેમિકલ બર્ન કરે છે. ઘા પર નેચરલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ

મિત્રો, આર્ટીકલ પસંદ આવે તો પોતાના મિત્રો સાથે Facebook અને WhatsApp ઉપર share કરવાનું ભૂલશો નહિ 

Previous Post Next Post