માત્ર MI ના ફોન જ નહીં આ કાળજી ના રાખી તો ગમે તેં ફોન થઈ શકે છે બ્લાસ્ટ...
તાજેતરમાં મોબાઇલ ફોન ફાટવાથી મલેશિયાની ક્રૈડલ ફંડ કંપનીના સીઈઓ નાઝરીન હસનનું મોત થયું છે. જોકે, હજી સુધી એ સ્પષ્ટ થયું કે, હસનનો કયો મોબાઇલ બ્લાસ્ટ થયો છે. તેઓ બ્લેકબેરી અને હુવેઇ મોબાઇલનો ઉપયોગ કરતા હતા. જોકે, સ્માર્ટફોન બ્લાસ્ટ થવાની આ એકમાત્ર ઘટના નથી. ભારતમાં આવા અનેક કિસ્સાઓ બન્યા છે. સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થવાનું સૌથી મોટું કારણ ફોનની બેટરી છે. સ્માર્ટફોનમાં લિથિયમ આયર્ન બેટરી હોય છે. જે માબાઇલને ગરમ કરી દે છે. ચાર્જિંગ દરમિયાન મોબાઇલ વધારે ગરમ થાય છે. અમે તમને કેટલીક ટિપ્સ વિશે જણાવીશું જેનાથી તમે તમારા મોબાઇલને બ્લાસ્ટ થવાથી બચાવી શકશો. અને પોતાના સુરક્ષિત રાખી શકો છો.
ઓકિડનસ ચાર્જરનો જ ઉપયોગ કરોઃ તમારે તમારા મોબાઇલને ચાર્જ કરવા માટે હંમેશા એજ ફોનના ચાર્જરનો ઉપયોગ કરવો. જ તમારું ચાર્જર ખોવાઇ ગયું છે. તો બ્રાન્ડેડ ચાર્જર જ ખરીદો. બ્રાન્ડ વગરના ચાર્જર જોખમ ભર્યા હોય છે.
ફોનમાં ઓરિજનલ બેટરી જ લગાવોઃ ચાર્જરની જેમ ફોનમાં ઓરિજનલ બેટરી હોવું ખુબ જ મહત્વનું હોય છે. જો તમારે તમારા મોબાઇલની બેટરી બદલવાની જરૂર જણાય તો ફોનમાં કંપનીની બેટરી નંખાવો
ફોનને કલાકો સુધી ચાર્જિંગમાં લગાવી ન રાખોઃ તમારા ફોનને કલાકો સુધી ચાર્જિંગમાં લગાવી ન રાખો કારણ કે, આનાથી તમારો ફોન ગરમ થાય છે. જેનાથી બ્લાસ્ટ થવાનો ભય રહે છે. માટે ફોન ચાર્જ થયા બાદ ચાર્જર બંધ કરી દો.
મોબાઇલને સુરજના સીધા પ્રકાશમાં ન રાખોઃ તમે પોતાના સ્માર્ટફોનને સુરજના સીધા પ્રકાશ રાખીને ચાર્જ ન કરો. આ ઉપરાંત લાંબા અંતરની મુસાફરી મોબાઇલને કારના ડેશબોર્ડ ઉપર રાખવાની ભૂલ ન કરો.
યોગ્ય જગ્યાએ જ ફોનને રિપેર કરાવોઃ જો તમારો ફોન બગડ્યો હોય તો તમે તમારા ફોનને મોબાઇલ રિપેરકંપનીની અધિકૃત સર્વિસ સેન્ટરમાં કરાવો.
આવી રીતે ન કરો ફોનને ચાર્જઃ સામાન્ય રીતે આપણે મોબાઇલ ચાર્જિંગ ઉપર રાખીને મોબાઇલને તકિયા નીચે રાખીએ છીએ. આવી ભૂલ ક્યારેય ન કરો. આવું કરવાથી તમારો ફોન વધારે ગરમ થશે અને આગ પકડી શકે છે. તમારે તમારા ફોનને વધારે પડતા દબાણ કે વજનથી દૂર રાખવો જોઇએ. ક્યારેય આવું ન કરો કે એક બેગમાં ફોન મુક્યો હોય અને તેની ઉપર વજનવાળી વસ્તુઓ મુકી હોય.