શું તમે જાણો છો કે પાર્લે જી ના બિસ્કિટ પર જે છોકરી છે
તેની ઉમર અત્યારે 66 વર્ષ છે?
“પારલે-જી” એક એવું નામ જેને બધા જ લોકો જાણતા હશે.અત્યારે બજાર માં ઘણીબધી બ્રાંડના અને સ્વાદના બિસ્કિટ મળે છે અને તે લોકોને પસંદ પણ હશે.પરંતુ આપણાં માથી લગભગ દરેક વ્યક્તિએ પારલે-જી બિસ્કિટ ને જરૂરથી ખાધ્યું હશે.અને ઘણાબધા લોકોને તો આ બિસ્કિટ આજેપણ પસંદ હશે.
તમે પારલે-જી બિસ્કિટ તો ખાતા જ હશો પરંતુ તમે ક્યારેય એમ વિચાર્યું છે કે પાર્લે-જી ના પેકેટ પર જે છોકરી નો ફોટો છે તે છોકરી કોણ છે? અને જ્યારથી પારલે-જી બિસ્કિટ બજારમાં આવ્યા છે ત્યારથી અને આજસુધી પેકેટ પર તે જ છોકરીનો ફોટો છે.
ઘણાબધા લોકો દ્વારા આ વાત ને જાણવાની કોશિશ પણ કરી કે આ છોકરી છે કોણ પરંતુ જાણી શક્યા નઇ હોય.તો ચાલો મિત્રો આજે અમે તમને જણાવીએ કે આ છોકરી છે કોણ?
આ છોકરીનુ નામ છે નિરુ દેશપાંડે.અને તેઓ આજે નાગપુરમાં રહે છે.જ્યારે તેઓ ચાર વર્ષ ના હતા ત્યારે તેમના પિતાએ તેમનો આ ફોટો લીધો હતો. તેમના પિતા કોઈ ફોટોગ્રાફર નહોતા પરંતુ તેમણે એક સુંદર ફોટો ખીંચ્યો હતો.જેને પારલે-જી કંપની એ પોતાની બિસ્કિટના પેકેટ માટે પસંદ કર્યો હતો. ત્યારથી આ ફોટો પારલે-જી ના પેકેટ પર જોવા મળે છે.
અને ઘણાબધા વર્ષોથી આજસુધી પણ તે ફોટો પારલે-જી ના પેકેટ પર છે.આજે નિરુ દેશપાંડે 66 વર્ષ ના થઈ ચૂક્યા છે અને આજે તેઓ મહારાસ્ટ્ર માં રહે છે.