સદી નું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ....
સદીનું સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ 27 જુલાઈ એટલે કે શુક્રવારે હતું. આ ગ્રહણ આખા ભારતમાં દેખાયું હતું. આ ગ્રહણ 104 વર્ષે એક વાર દેખાય છે. આ કારણે પણ આ ખૂબ ખાસ પણ છે.
ગ્રહણની અસર દરેક રાશિ પર પડે છે. પણ ગર્ભવતી સ્ત્રી અને તેનાથી થનારા બાળક માટે ચંદ્ર ગ્રહણનો પ્રભાવ 108 દિવસ સુધી રહે છે. આવામાં ગર્ભવતી મહિલાને લઈને વહુ સાવધાની રાખવાની જરૂર હોય છે. આ દિવસે અનેક કાર્યો કરવા અશુભ માનવામાં આવે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને સાવધાન રહેવાની જરૂર હોય છે. એવુ કહેવાય છે કે જે ગર્ભવતી મહિલાઓ ગ્રહણને જોઈ લે છે તેના શિશુને શારીરિક અને માનસિક કષ્ટ થઈ શકે છે.
ગર્ભવતી મહિલાઓએ આ દિવસે ઘરમાં રહીને ૐ ક્ષીરપુત્રાય વિહમહે અમૃત તત્વાય ધીમહિ તન્નો ચંદ્ર પ્રચોદયાત મંત્રનો જાપ કરવો જોઈએ. સાથે જ આ દિવસે સાત અનાજ એક સાથે મિક્સ કરીને દાન કરવા જોઈએ.