ફાંસી આપતાં પહેલા કેદીનાં કાનમાં શું કહે છે જલ્લાદ?
તમે ફિલ્મોમાં તે સીન તો જોયો જ હશે જેમાં જલ્લાદ કેદીને ફાંસી આપે છે પરંતુ શું તમે ક્યારેય તે જાણવાનો પ્રયાસ કર્યો છે કે ફાંસી આપતાં પહેલા જલ્લાદ કેદીના કાનમાં શું કહે છે? તમે નહી જાણતા હોય કે ફક્ત ફિલ્મોમાં જ નહી હકીકતમાં પણ આવું જ થાય છે.
હકીકતમાં ફાંસી માટે કેટલાંક નિયમો બનાવવામાં આવ્યાં છે જેમાં ફાંસીનો ફંદો, ફાંસી આપવાનો સમય. ફાંસીની પ્રક્રિયા વગેરે સામેલ છે. ભારતમાં જ્યારે કોઇ અપરાધીને ફાંસી આપવામાં આવે છે ત્યારે જલ્લાદ તેના કાનમાં કંઇક કહે છે તે પછી જ તેને ફાંસી આપવામાં આવી છે. તમને પણ એવો સવાલ થતો હશે કે આખરે જલ્લાદ કેદીના કાનમાં શું કહેતો હશે. ચાલો તમને જણાવીએ
સૌપ્રથમ તો તમને જણાવી દઇએ કે ભારતમાં ફક્ત 2 જ જલ્લાદ છે. તેમને સરકાર દ્વારા કેદીઓને ફાંસી આપવાની સેલરી પણ આપવામાં આવે છે. આ કામ માટે મોટુ કલેજુ હોવું જોઇએ. સામાન્ય વ્યક્તિને ફાંસી આપવા માટે સરકાર જલ્લાદોને 3000 રૂપિયા આપે છે જ્યારે કોઇ આતંકવાદીને ફાંસી આપવા માટે આ રકમ વધારવામાં આવે છે. તમે તે નહી જાણતા હોવ કે ઇન્દિરા ગાંધીના હત્યારાઓને ફાંસી આપનાર જલ્લાદને સરકારે 25000 રૂપિયા આપ્યાં હતાં.
ભારતના બંધારણ અનુસાર જો કોઇ વ્યક્તિ કોઇની હત્યા કરે તો તેને સજા-એ મોત એટલે કે ફાંસી અથવા તો ઉંમર કેદની સજા આપવામાં આવે છે. હકીકતમાં ફાંસી આપતા પહેલાં જલ્લાદ અપરાધીના કાનમાં માફી માંગે છે અને કહે છે કે, મને માફ કરી દે ભાઇ, હું મજબૂર છું. જો મરનાર વ્યક્તિ હિન્દુ હોય તો જલ્લાદ તેના કાનમાં રામ-રામ બોલે છે અને જો મરનાર વ્યક્તિ મુસ્લિમ હોય તો જલ્લાદ તેને આખરી સલામ કહે છે. સાથે જ જલ્લાદ તેમને કહે છે કે હું સરકારના દુકમનો ગુલામ છું તેથી હું ઇચ્છવા છતાં કઇ નથી કરી શકતો. આટલું કહીને તે ફાંસીને ફંદો ખેંચી લે છે.