-જો તમે જલ્દી જલ્દીમાં ડ્રાઇવિંગ લાઇસેન્સ અને વાહનની આરસીબુક ઘરે જ ભૂલી ગયો છો તો પણ તમારે પરેશાન થવાની જરૂર નથી
-જો તમે જલ્દી જલ્દીમાં ડ્રાઇવિંગ લાઇસેન્સ અને વાહનની આરસીબુક ઘરે જ ભૂલી ગયો છો તો પણ તમારે પરેશાન થવાની જરૂર નથી. કારણ કે હવે પોલીસ તમારૂં ચલણ નથી કાપી શકતી. સરકારે લાઇસન્સની હાર્ડ કોપીને રાખવાની જરૂરિયાતને સમાપ્ત કરી દીધી છે. તેના બદલે તમે પોતાના દસ્તાવેજોની કોપી ડિજીટલ લોકરમાં મુકવાની રહેશે. ટ્રાફિક પોલીસ કે અન્ય એજન્સીઓ તે ડોક્યુમેન્ટની પુષ્ટિ ડિજીલોકર એપ દ્વારા કરી શકે છે.
-સરકારે આદેશ આપ્યો છે કે કેન્દ્ર અને રાજ્યો પરિવહન વિભાગો અને ટ્રાફિક પોલીસ દસ્તાવેજોની ખરાઇ માટે ઓરીજીનલ કોપી ન લેવી.
-પરિવહન મંત્રાલયે ટ્રાફિક પોલીસ અને રાજ્યોના પરિવહન વિભાગોને કહ્યું કે ડ્રાઇવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને ઇન્શ્યોરન્સ પેપર જેવા દસ્તાવેજોની ઓરિજીનલ કોપી વેરિફિકેશન માટે ન લેવી. તેના બદલે ડિજીલોકર કે એમપરિવહન એપ પર મુકાયેલા દસ્તાવેજની ઇલેક્ટ્રોનિક કોપી માન્ય રાખવામાં આવશે. જેનો અર્થ એ થયો કે ટ્રાફિક પોલીસ હવે જાતે જ પોતાના મોબાઇલ પર આ ડેટાબેઝ ચેક કરી શકે છે.
શું છે ડિજીટલ લોકર?
-આની પર તમે તમારા મહત્વના દસ્તાવેજોને ડિજીટલ બનાવીને જ્યારે જરૂર પડે ત્યારે તે જોઇ શકો છો.
-કઇ રીતે ખુલશે?
-ડિજીટલ લોકર કે ડિજિલોકરનો ઉપયોગ કરવા માટે તમારે https://digitallocker.gov.in જવાનું રહેશે. જે માટે તમારે આધાર કાર્ડ નંબરની જરૂર પડશે.