આપણી દુનિયા અજીબો ગરીબ રહસ્યોનો પટારો છે. અહી ઘણી એવી ઘટનાઓ પણ ઘટતી રહે છે જેને ઉકેલવી ક્યારેક ક્યારેક મુશ્કેલ બની જાય છે. આજે અમે તમને એક એવા સૈનિક વિશે જણાવા જઈ રહ્યા છીએ. જેમના મૃત્યુના 49 વર્ષ પછી પણ તે સેનામાં ડ્યૂટી આપે છે. તમે માનો કે ના માનો પણ આ સાચું છે.
જોખમ આવતાં પહેલાં કરી દે છે સચેત
સૈનિકોનુ કહેવું છે કે હરભજન સિંહની આત્મા, ચીન તરફથી થનાર જોખમ વિશે પહેલાંથી તેમને જણાવી દે છે. અને જો ભારતીય સૈનિકોને ચીનના સૈનિકોનું કોઈ પણ મૂવમેન્ટ પસંદ ના આવે તો તેમના વિશે તે ચીનના સૈનિકોને પણ પહેલાં જ જણાવી દે છે જેથી વાત વધારે ના બગડે અને હળીમળીને વાતચીત કરીને તેનો ઉપાય નીકાળી શકાય. ભલે તમે આ સાચુ માનો કે ના માનો પણ ચીનના સૈનિકો પોતે પણ આના પર વિશ્વાસ કરે છે એટલા માટે ભારત અને ચીન વચ્ચે થનાર દરેક ફ્લેગ મિટીંગમાં હરભજન સિંહના નામની એક ખાલી ખુરશી રાખવામાં આવે છે જેથી તે મિટીંગ એટેન્ડ કરી શકે.
કોણ છે હરભજન સિંહ:
હરભજન સિંહનો જન્મ 30 ઓગસ્ટ 1946ના રોજ જિલ્લો ગુજરાવાળા જે કે હાલમાં પાકિસ્તાનમાં છે, ત્યાં થયો હતો. હરભજન સિંહ 24 મી પંજાબ રેઝિમેન્ટના જવાન હતા જે કે 1966 માં આર્મીમાં જોડાયા હતા. પણ માત્ર ૨ વર્ષની નોકરી કરીને 1966 માં એક અકસ્માતનો શિકાર થઈ ગયા હતા. ખરેખર એક દિવસ જ્યારે તે ખચ્ચર પર બેસીને નદી પાર કરી રહ્યા હતા તો ખચ્ચર સાથે નદીમાં વહી ગયા. નદીમાં વહીને તેમની લાશ ખૂબ આગળ નીકળી ગઇ હતી. બે દિવસની તપાસ પછી પણ તેમની લાશ ન મળી તો તેમણે પોતે પોતાના એક સાથી સૈનિકના સપનમાં આવીને પોતાના શબની જગ્યા જણાવી. સવારે સૈનિકે બતાવેલી જગ્યા પર હરભજનના શબના અંતિમ સંસ્કાર કર્યા.
સૈનિકોમાં છે આસ્થા
હરભજન સિંહના આ ચમત્કાર પછી સાથે સૈનિકોની તેમનામાં આસ્થા વધી ગઈ અને તેમને અનેક બંકરને એક મંદિરનું રૂપ આપ્યું. જોકે ત્યાર પછી તેમના ચમત્કાર વધવા લાગ્યા અને તે વિશાળ જન સમૂહની આસ્થાનું કેન્દ્ર થઈ ગયા તો તેમના માટે એક નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ જે કે ‘બાબા હરભજન સિંહ મંદિર’ ના નામથી જાણીતું છે. આ મંદિર ગંગટોકમાં જેલેપ્લા દર્રે અને નાથુલા દર્રેની વચ્ચે, 13000 ફૂટ ઉંચાઈ પર સ્થિત છે. જૂનું બંકરવાળુ મંદિર તેનાથી 1000 ફીટ વધારે ઉંચાઈ પર સ્થિત છે. મંદિરની અંદર બાબા હરભજન સિંહનો એક ફોટો અને તેમનો સામાના રાખવામાં આવ્યો છે.
આજે પણ કરે છે ડ્યૂટી
બાબા હરભજન સિંહ પોતાના મૃત્યુ પછી સતત પોતાની ડ્યુટી કરે છે. તેના માટે તેમને કાયદેસર પગાર પણ આપવામાં આવે છે, તેમની સેનામાં એક રેન્ક છે, નિયમઅનુસાર તેમનું પ્રમોશન પણ કરવામાં આવે છે, અહીં સુધી કે કેટલાક વર્ષ પહેલાં સુધી ૨ મહિનાની રજાઓમાં ગામડે પણ મોકલવામાં આવ્યા હતા. તેના માટે ટ્રેનમાં સીટ રિઝર્વ કરવામાં આવે છે, ત્રણ સૈનિકોની સાથે તેમનો બધો સામન તેમના ગામમાં મોકલવામાં આવે છે તથા બે મહિના પુરા થયા પછી પાછા સિક્કિમ લાવવામાં આવતા હતા. જે બે મહિના બાબા રજાઓ પર રહેતા હતા તે દરમિયાન પૂરી બોર્ડર હાઇ એલર્ટ પર રહેતા હતા કેમકે તે સમયે સૈનિકોને બાબાની મદદ મળી શકતી નહોતી શકતી.