મોટાભાગના લોકો આ વાત સાથે સંમત હશે કે ગર્લ્સને સમજવું હજું પણ ખૂબ જ મુશ્કેલ છે. આપણે જ્યારે પુરુષ અને સ્ત્રીના બોડી પાર્ટ્સની વાત કરીએ તો બંનેમાં ઘણા તફાવતો છે. જોકે આ તફાવતો માત્ર જાતિગત જ નથી. સ્ત્રીના બોડી પાર્ટ્સમાં 10 એવા ખાસ તફાવતો રહેલા છે જે પુરુષોથી તેને અલગ પાડે છે.

છોકરી 6 વર્ષની થાય ત્યારથી તેનું મગજ પુરુષની તુલનામાં હલકું હોય છે. જોકે આનો એવો મતલબ નથી કે બુદ્ધિમતાની રીતે તે પુરુષોથી અલગ છે.

ગર્લ્સની ગરદન પુરુષોની સરખામણીમાં વધારે ફ્લેક્સીબલ હોય છે. તમે પણ ઘણીવાર નોટીસ કર્યું હશે કે જ્યારે પણ કોઈ ગર્લને બોલાવો ત્યારે તે ગરદન પાછળ ફેરવશે, જ્યારે પુરુષ કમરથી ટર્ન કરશે.
એવરેજ કોઈપણ સ્ત્રી વર્ષમાં 30-60 વખત રડે છે, જ્યારે પુરુષો માત્ર 6-17 વખત જ રડે છે.

પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધારે મલ્ટી ટાસ્કીંગ હોય છે. આની પાછળનું કારણ છે મહિલાઓના મગજના ડાબા અને જમણા ગોળાર્ધમાં વધારે જાડું જ્ઞાનતંતુઓનું કનેક્શન હોય છે.

મગજમાં વધારે સારું કનેક્શન હોવાના કારણે મહિલાઓ દિવસમાં 8,000 જેટલા શબ્દો ઉચ્ચારી શકે છે અને 10,000 જેટલા અશાબ્દિક મેસેજને ગ્રહણ કરી શકે છે. જ્યારે પુરુષો માત્ર 4000 શબ્દો દિવસભરમાં ઉચ્ચારે છે.

તમે એવું માનો છો કે મહિલાઓ ખરાબ ડ્રાઈવર્સ છે? જોકે આ માટે તેમની બાયોલોજી જવાબદાર છે. પુરુષોની તુલનામાં મહિલાઓમાં આ કાર્ય મગજના અન્ય ભાગમાં થાય છે, આથી તેમના માટે નેવિગેટ કરવું વધારે મુશ્કેલ હોય છે.

મહિલાઓમાં રોગ-પ્રતિકારક શક્તિ વધારે સારી હોય છે. આથી જ તેઓ પુરુષોની તુલનામાં ઓછી બિમાર પડે છે અને લાંબુ જીવે છે.

તમે એવું વિચારો છો કે મહિલાઓના વાળ લાંબા હોવાના કારણે વધારે ખરે છે? જોકે તે પાછળનું આ એકમાત્ર કારણ નથી. મહિલાઓના વાળ પુરુષોની તુલનામાં બે ગણા વધારે પાતળા હોય છે.

મહિલાઓના શરીરમાં વધારે પ્રમાણમાં રહેલા સ્ત્રી હાર્મોનના કારણે તેઓ પુરુષોની તુલનામાં બે ગણી વધારે સમય આંખો પટપટાવે છે.

મહિલાઓ કલર અને સ્વાદનો તફાવત જણાવવામાં પુરુષોની તુલનામાં વધારે સારી હોય છે. આ પાછળનું કારણ તેમનામાં એક્સ-રંગસૂત્ર જે કલર્સ વિશેને સારી રીતે ઓળખી શકે છે. ઉપરાંત ટેસ્ટ રિસેપ્ટર વધારે હોવાથી સ્વાદ વધુ સારી રીતે પારખી શકે છે.

મિત્રો, આર્ટીકલ પસંદ આવે તો પોતાના મિત્રો સાથે Facebook અને Whatsup ઉપર shar કરવાનું ભૂલશો નહિ અને વધારે આર્ટીકલમાટે અમને Follow કરવાનું ભૂલશો નહિ.
Previous Post Next Post