ચતુરાઇ
વર્ષો પહેલાંની વાત છે. એક રાજા સભા ભરીને બેઠાં હતાં. તેણે એક પિંજરામાં પૂરાયેલા સિંહને સભા સામે રજૂ કર કહ્યું : ''આ પિંજરાને ખોલ્યાં  વગર કોઇ સિંહને  બહાર કાઢશે તો તેને ઈનામ  આપવામાં આવશે.'' બધાં દરબારીઓ એકબીજાની સામે જોવાં લાગ્યા. પિંજરાને ખોલ્યાં વગર સિંહને બહાર કેમ કાઢવો ? તેવું બધાં વિચારવા લાગ્યાં.

પરંતુ કોઇ આગળ આવ્યું નહિ. રાજા મૂંઝાયાં. તેણે કહ્યું : ''કોઇ તાકાતવાળો હોય, હોંશિયાર હોય કે ચતુર હોય તે સિંહને પિંજરામાંથી બહાર કાઢવા અહિંયા આવે.'' સભામાંથી કોઇ ઊભું થયું નહીં. છેવટે એક બાળક ઊભો થયો. તેણે રાજા પાસે જઇ નમન કરી કહ્યું : ''રાજાજી, હું આપનું કામ કરીશ. પરંતુ તે માટે હું જે વસ્તુ માંગું તે મને આપો તો પિંજરાને ખોલ્યાં વગર સિંહને બહાર કાઢું.''

રાજાએ કહ્યું : ''બોલ, તારે શું જોઇએ છે ?'' 
બાળકે કહ્યું : ''થોડી આગ આપો.'' 

બાળકને થોડી આગ આપવામાં આવી. આગ લઇ તે બાળકે આગને પિંજરાની નીચે રખાવી. થોડી વારમાં સિંહ પિગળ્યો. સિંહ પિંગળી - પિંગળીને નીચે પડવા લાગ્યો. કારણ કે તે સિંહ મીણમાંથી બનાવવામાં આવ્યો હતો. મીણનો સિંહ હતો !

દરબારીઓએ બાળકની ચતુરાઇની પ્રશંસા કરી. રાજાએ  પણ બાળકની પ્રશંસા કરી, તેને યોગ્ય ઇનામ  આપ્યું.
- હસમુખ રામદેપુત્રા

આ વાર્તા માટે જો તમારી પાસે આનાથી કોઈ યોગ્ય શીર્ષક હોય તો કોમેન્ટ કરવાનું ચૂકશો નહિ...
Previous Post Next Post