2020ની શરૂઆતથી જ લાગુ થશે આ નવા 5 નિયમ, જાણી લો તમારા ખિસ્સા પર થશે સીધી અસર
2020નું નવુ વર્ષ શરૂ થતાંની સાથે જ ઘણાં નિયમો એવા છે જે બદલાઇ જશે અને તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. લોન સસ્તી થશે કે મોંઘી, ફંડ ટ્રાન્સફર કરવાની રીતમાં શુ બદલાયુ, ગાડીઓ મોંઘી થશે કે સસ્તી, સેવિંગ્સ સ્કીમ્સ સાથે જોડાયેલા નિયમોમાં કેટલાંક ફેરફાર થયા છે કે નહી? ચાલો તમારા દરેક સવાલના જવાબ અમે આપીએ…
● એસબીઆઇએ રેપો રેટ સાથે જોડાયેલા લોનના રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો. 30 લાખ સુધીની હોમ લોન પર 468 રૂપિયાનો ફાયદો થશે.
● સિનિયર સિટિઝંસ સેવિંગ સ્કીમમાં 5 વર્ષ પહેલા રૂપિયા નહી ઉપાડી શકો પરંતુ આ નિયમ આ યોજનાના જૂના ખાતાઓ પર લાગુ નહી થાય.
● નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) દ્વારા ટ્રાન્જેક્શન પર ફી નહી લાગે. રૂપે કાર્ડ અને UPI ડિજિટલ પેમેન્ટ પર મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) નહી લાગે.
● એસબીઆઇ ખાતાધારક જો એસબીઆઇના એટીએમમાંથી રાતે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી 10 હજારતી વધુ કેશ ઉપાડે તો તેણે વિંડો સ્ક્રીન પર ઓટીપી આપવો પડશે.
● એસબીઆઇના મેગ્નેટિક પટ્ટી વાળા એટીએમ કે ડેબિટ કાર્ડ બદલાવાનો અંતિમ દિવસ છે. 1 જાન્યુઆરીથી EMV ચિપ અને પિન બેસ્ડ કાર્ડ જ ચાલશે.
● ઘણી ઓટો કંપનો પહેલી તારીખથી કિંમતો વધારશે. BS-VI ખર્ચમાં વધારાના કારણે પણ આ કિંમતો વધશે.