ઇન્સ્ટાગ્રામ પર બ્લૂ ટીક વેરિફિકેશન બન્યું સરળ:




Instagram પર બ્લૂ ટિક વેરિફિકેશન બન્યું સરળ, એકાઉન્ટ સેટિંગ્સમાંથી કરી શકશો પ્રોસેસ:
સોશિયલ મીડિયા પર તમે એવા ઘણા એકાઉન્ટ્સ જોયા હશે જેના પર બ્લૂ ટિકની સાઇન હોય છે. ફેસબુક, ટ્વિટર પર બ્લૂ ટિકથી એકાઉન્ટને વેરિફાઇડ કરવામાં આવે છે. આવું Verification Badge (બેજ)ની મદદથી કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં આવા એકાઉન્ટ્સ મોટેભાગે કોઇ સેલિબ્રિટી અથવા બ્રાન્ડના હોય છે.

- ઇન્સ્ટાગ્રામ પોતાની વેરિફિકેશન પ્રોસેસ ઇઝી બનાવી રહ્યું છે. આ અંતર્ગત હવે યૂઝરને સેટિંગ્સમાં જ Request Verificationનો ઓપ્શન મળી જશે.

- nine.com ના અહેવાલ અનુસાર, હાલમાં ઓસ્ટ્રેલિયામાં એપલ iOS યૂઝર માટે ઇન્સ્ટાગ્રામે આ ફીચરને લોન્ચ કરી દીધું છે.

- ઓસ્ટ્રેલિયન મીડિયાના અહેવાલ અનુસાર, ઇન્સ્ટાગ્રામ એવી જ પ્રોફાઇલ્સને બ્લૂ ટિક આપશે જે યોગ્ય પાત્રતા, ઓથેન્ટિસિટી, યુનિકનેસ અને કમ્પ્લીટનેસ ધરાવતી હોય.






- ફેસબુક માલિકીની આ કંપની હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. આવનારા સપ્તાહોમાં એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પણ આ ફીચર લાવવામાં આવશે.


- જો કે, ઇન્સ્ટાગ્રામે સ્પષ્ટ કર્યું છે કે, અમારી શરતો પર જે એકાઉન્ટ્સ ખરા નહીં ઉતરે તેને વેરિફિકેશન બેજ નહીં મળે.


- બ્લૂ ટિક જાણીતી વ્યક્તિ કે બ્રાન્ડની ઓથેન્ટિક હાજરી દર્શાવે છે.

- વેરિફિકેશન માટે રિક્વેસ્ટ મોકલનારા યૂઝરને પોતાનું આખું નામ, યૂઝરનેમ અને ફોટો આઇડી સબમિટ કરવા પડશે.



બ્લૂ ટિકના ફાયદા

- યૂઝરને ખાસ દેખાડવાની સાથે આ ફીચર એકાઉન્ટ હોલ્ડરની ઓળખ ચોરી થવાથી બચાવે છે.
- જો તમે પોતાના પ્રોફાઇલ પબ્લિક રાખી હશે અને અન્ય યૂઝર્સને તમારી પ્રોફાઇલ પસંદ આવે તો તમારી પાસે ફોલોઅર્સ વધારવાનો સારો ચાન્સ છે.

- જો તમે બિઝનેસ પેજ હેન્ડલ કરો છો તો લોકોની વિઝિટથી તમારી બ્રાન્ડનું સોશિયલ પ્લેટફોર્મ પર પરફોર્મન્સ સુધરશે. જેને કારણે તમારી બ્રાન્ડ પર લોકોનો ટ્રસ્ટ વધશે અને પબ્લિક રિસેપ્શન પણ સુધારવામાં પણ મદદ મળશે.


Previous Post Next Post